Skip to main content

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો ...!

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો, તે ધ્યેયને સિધ્ધ કરવા તમારી તમામ શક્તિઓ શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિકને કામે લગાડી દો. જેટલા ખંતથી તમે કાર્યનો પ્રારંભ કરો છે તેટલો ઉત્સાહ તેના પરિણામ સુધી જળવાઈ રહેવો જોઈએ. જો કરવામાં તમે ખરા ઊતર્યા તો તમારી સફળતા નક્કી છે.


Image result for life's goal 
દરેક કાર્યનો આરંભ તમારા થકી છે. કાર્યનું પરિણામ તમારુ સામર્થ્ય બતાવે છે અને તે તમારુ કર્મ છે. અધરામાં અઘરુ કામ તમે સરળતાથી વિના સંકાચે કૂશળતાપુર્વક કરો તે કર્મ. જે વ્યક્તિ પ્રવૃત્તિમય હશે તેને દુનિયા એક્ટિવ લાગશે પણ જે નિરસ રીતે જિંદગી જીવે છે તેને નિરર્થક લાગશે. નિરર્થક જીવનને સાર્થક બનાવવા માટે કાર્યરત રહેવું જરૂરી છે, જેમ સુંદર લાગતા બગીચાની દરરોજ જાળવણી કરવામાં ના આવે તો એક દિવસ તે સુંદરવન ઉઝડી જાય છે. તેમ જીવનનું પણ એવું છે. જેટલી મહેનત કરશો તેટલા આગળ વધશો. વ્યાસજીની સર્વશિખામણોનો સાર ને પવિત્ર ગ્રંથ ગીતાનો સાર એટલો છે કર્મ કરતો જા, તને તારું ફળ મળી જશે. મતલબ કે તમારું કાર્ય કર્મ કરવાનું છે અને તેનું ફળ તમારી મહેનત આપે છે. દરેક કામમાં એક ઉન્નતિનો વિશ્વાસ હોય છે જે તમને પ્રગતિ અપાવે છે. તમારા વિશ્વાસ પર તમને કેટલો વિશ્વાસ છે? જો વિશ્વાસ ડગમગી જશે તો આસાન કામ પણ ધરાશયી થઇ જશે. દરેકે સર્વપ્રથમ પોતાના પર વિશ્વાસ કરતા શીખી લેવું. જો તેમાં તમે સફળ થયા તો દુનિયા તમારી છેબાઈબલમાં લખ્યું છે, આપણે વિશ્વાસના આધારે ચાલીએ છીએ, સૃષ્ટિના આધારે નહીં. તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને જગાડો અને મહાન કાર્યોના કામનો આરંભ કરો. સ્વામી વિવેકાનંદ એવું કહેતાં કે જેમને પોતાના પર વિશ્વાસ નથી, એમને પરમાત્મા પર તો વિશ્વાસ ક્યાંથી હોય? તમારા વિશ્વાસમાં આબાદ વિચારોને ભરી દો, સર્વોચ્ચ આદર્શ તમારી દૃષ્ટિ સમક્ષ રાખો. અંતે મહાન વિચારમાંથી મહાન કાર્ય જન્મે છે. તમારું કાર્ય તમને અને સમાજને ઉન્નત કરવાનું હોવું જોઈએ. દરેક માનવી સફળ એટલા માટે બની શકે તેમ છે, કેમ કે તેમની પાસે વિકસિત અને વિચારવંત મન છે. વિચારને કાર્યમાં ફેરવી નાખો નહિતર પાંજરામાં પૂરાયેલા પંખી જેવી દશા થશે. ઉડવાની શક્તિ તો છે પણ તે ઊડવા માટે અશક્ત છે. તેમ તમારો વિચારોમાં ગગન સુધી પહોંચવાનું સામાર્થ્ય તો છે પણ તેને કાર્યરત કરવા જરૂરી છેનહિતર નિસહાય બની જશે.
Image result for life's goal
Image result for life's goalImage result for life's goal
Image result for life's goal


હરિવંશ રાય બચ્ચને લખેલી 'અગ્નિપથ' કવિતા સમજવા અને અપનાવવા જેવી છે. જીવનમાં જીત તેની થાય છે જે સતત નદીના પ્રવાહની જેમ આગળ વધતો રહે છે. અડચણો, દુવિધા અને સમસ્યા તો આવશે પણ તેમાંથી આગળ વધવું સફળતાની નિશાની છે. બેઝબોલની રમતમાં જેમને એક્કો માનવામાં આવે છે તે એલેક્સ રોદ્રિગુએજે એક સરસ પ્રેરણાદાયી વાત કહી છે, તમારા પરસેવાનો આનંદ ઉઠાવો કેમ કે સફળતાની કોઇ ખાતરી નથી હોતી, પણ તે મળ્યા સિવાય તેનો અવકાશ નથી. તમારી સફળતા મહેનતમાં બંધાયેલી છે તે તમને મળ્યા વગર રહી ના શકે. પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને પુષ્કળ મહેનતનું પરિણામ સફળતાની ચાવી છે. એક નિર્ધાર કરી લો કે બસ કર્યા વગર અટકવું નથી, નિર્ધાર તમારી સફળતાનો સુગમ પાયો છે.

Image result for life's goal
જીવન અગ્નિપથ છે
તૂં ના થકેગા કભી, તૂં ના થમેગા કભી,
તૂં ના મૂડેગા કભી,
કર શપથકર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
- હરિવંશ રાય બચ્ચન
Image result for life's goal

દરેક વ્યક્તિ જીતવા માટે રમે છે

Image result for life's goal

જીવનમાં વિનામૂલ્યે કંઈ મળશે નહીં. દરેકની કિંમત હોય છે. કોઈ રમત રમાતી હોય તો તેમાં રમતવીરો તો અનેક હશે પણ જીતવાનું તો કોઈક એક હશે, તેનો મતલબ જરાય એવો નથી કે જીતનાર રમતવીર કરતાં અન્ય નબળા હતા. તે દિવસે તેની રમત શ્રેષ્ઠ હતી તે માટે તે જીતી ગયો, તમે પ્રયત્ન કરો જીત મળશે . પરાજય પામનાર દરેકને એવું લાગે છે કે તેની સાથે અન્યાય થયો છે પણ ક્યારેય જીતનારમાંથી પ્રેરણા નહીં લે કે કેવી રીતે જીત મેળવાય. તેમની રમતમાંથી શીખવાનો પ્રયત્ન તો કરો. કોઈએ વિચાર્યું પણ નહોતું કે વખતે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ બનશે પણ બન્યું એવું કે તેઓ વિજયી થયા. ટીમના વિજય પાછળ તેમના કપ્તાન ડેરન સેમીનો સિંહફાળો છે. જ્યાં સુધી ઈંટો વેરવિખરાયેલી રહે ત્યાં સુધી ઇમારત ના બને પણ જો તેને એકસાથે જોડી દેવામાં આવે તો તેમાંથી ભવ્ય ઇમારત બને છે. ટીમમાં ટી-૨૦ માટે બેસ્ટ ખેલાડી હતા, બસ જરૂર હતી તેને એક સાંકળમાં બાંધવાની, જે કામ કપ્તાને કર્યું અને બધાને માત દઈને વિશ્વ ચેમ્પિયન બન્યું. જીત પછી ડેરન સેમીએ એટલું કહ્યું કે હવે અમારો દેશ માનવા લાગશે કે અમે પણ જીતી શકીએ છીએ. અમને વિશ્વાસ હતો જો એક સાથે મળીને રમીશું તો કોઈ અમને હરાવી નહીં શકે અને તેવું થયું. અમને ગૌરવ છે કે વેસ્ટ ઇન્ડીઝ ત્રીસ વરસ પછી વિશ્વવિજેતા બન્યું છે, ક્રિકેટમાં જે અમારી શાન હતી તે અમને પાછી મળી તે અમારા દેશ માટે સન્માન છે

 Image result for life's goal

કેવી સફળતા જોઈએ?


 
કોઈ પણ સફળતામાં ઉમંગ હોવો જોઈએ, સફળતા મળ્યા પછી પણ જો મન વલખાં માર્યાં કરતું હોય તો તમે સફળ નથી થયા. તમારે નક્કી કરી લેવું કે તમારે કેવી સફળતા જોઈએ છે? સામાજિક કે આર્થિક? સામાજિક સફળતામાં તમારે વધુ ઘસાવવું પડશે. જ્યારે આર્થિક સફળતા તમે તમારા માટે મેળવો છો. મહાન અમેરિકી સિદ્ધાંતી અબ્રાહમ મેસ્લોએ આપેલી માનવીની જરૂરિયાતવાળી થિયરીમાં અંતિમ જરૂરિયાત સન્માનની જણાવી છે. સન્માન કોઈને રાતોરાત કે પૈસા વેરવાથી નથી મળી જતું. ધનાઢય ઉધોગપતિ માટે પૈસાનું મૂલ્ય ગૌણ છે પણ સામાજિક પ્રતિષ્ઠા મહત્ત્વની છે. સામાજિક પ્રતિષ્ઠા મેળવવા માટે ચોક્કસ આર્થિક પ્રગતિ જરૂરી છે પણ તેમાં સમાજને સાથે રાખશો તો તે સફળતાની મહેક અલગ હશે. કેટલા બધા ઉદ્યોગપતિ છે પણ ભારતરત્ન જે.આર.ડી. તાતાની સફળતાની વ્યાખ્યા અલગ હતી તેના કરતાં પૈસાની રેસમાં ઘણા આગળ નીકળી ગયા પણ સન્માન તો તેમને નસીબ થયુંને. આપણા દેશમાં ભારત રત્નથી વિશેષ બીજું કયું સન્માન હોઈ શકે! ઇન્ફોસીસ જેવી કંપનીનું નિર્માણ કરનાર નારાયણ ર્મૂિતએ જીવનનું લક્ષ્ય બતાવતાં કહ્યું છે ખૂબ મહેનત અને નીતિમત્તા સાહસિકોનો સંદેશ હોવો જોઈએ.
Image result for life's goalImage result for life's goal

 

 

Comments

Popular posts from this blog

List Of Biotechnology Company (Database Link)

  100x Imaging India Pvt Ltd Abexome Biosciences Private Limted   ABL Biotechnologies Ltd   ABLE(Association of Biotechnology Led Enterprises)   Abbott India   ABS- NOVACELL BioPharmaceuticals India Pvt Ltd   Accelrys Inc.   Accurex Biomedical Pvt Ltd   Accutest Research Laboratories (I) Pvt Ltd   Ace Biomed Private Limited   Ace Instruments Services Pvt Ltd   Actimus Biosciences Pvt Ltd   Actis Biologics Pvt Ltd   Acton Biotech(India) Pvt Ltd   Adam Fabriwerk Pvt Ltd   Advanced Bio-Photonics   Advanced Computer Systems   Advanced Enzyme Technologies Ltd   Advance Microdevices Pvt Ltd   Advanta India Ltd     Advinus Therapeutics Ltd AG Bioteck Laboratories(india) Pvt Ltd     Agappe Diagnostics Pvt Ltd Agastya Biopharm India Ltd   Agharkar Research Institute   Agilent Technologies India Pvt Ltd   Agro Biotech Research Center Ltd ...

Process of Wastewater Treatment Plant

PROCESS OF WASTEWATER TREATMENT PLANT : Wastewater enters the treatment plant First it goes through a fine screen, next to aerated grit chamber, and then enters the primary clarifier. Sludge settled in the primary clarifier is sent to the fermenters and then to digesters. After the primary treatment, wastewater flows into (BNR) bioreactors. The activated sludge is separated in the following secondary clarifier. The clear effluent flows into Ultraviolet (UV), then to River. Settled activated sludge in the secondary clarifier is pumped back to BNR. Excess sludge is pumped into the dissolved air floatation (DAF) unit for thickening. Wastewater is collected in sanitary sewers (a complex network of underground pipes). Upon reaching the treatment plant, the wastewater flows through a series of treatment processes which remove the wastes from the...

Water Analysis : To determine the potability of water by MPN Test

AIM : To determine the potability of water by MPN Test INTRODUCTION: Water which receives animally & human which form a primary source of water borne disease. Direct testing procedures capable of detecting & quantifying the full spectrum of pathogens & identifying their source is time consuming process because of their variable occurrence, survival rate & origin; hence an indicator system has been identified as a best method for evaluating the microbiological quality of water. A fecal coli form test is considered as most reliable test available for detesting   the presence of contamination of an intesting origin, the coli form group comprises all aerobic & facuttative an aerobic, gram –ve   non spirulating, rod shaped bacteria that ferment lactase with gas format within 48hrs at 35 ˚c. REQUIREMENTS: Single strength of sactose bile growth (10 ml) -10 test tube Double strength of sactase bile growth (10 ml) - 5 test tube Water sam...